નિરંતર સુખી જીવન જીવવા માટે જ્યારે વ્યક્તિઓ સકારાત્મક ઊર્જાથી ઘેરાયેલા હોય અને તેઓ તેમની અનુકૂળ (શુભ) દિશાઓનું અનુસરણ કરે ત્યારે ૭ ચક્રો ક્રમબદ્ધ બને છે અને સંચારિત થઈ સક્રિય બને છે. ૭ ચક્રો ખોલવા અને ઊર્જાના તંદુરસ્ત પ્રવાહને પ્રવાહમાન કરવા અને સંતુલિત બનાવવા, સારું આરોગ્ય જાળવવા અને સકારાત્મક વિચારો માટે આ એક ખૂબ જ સશક્ત સાધન છે. ચક્રો એ ઊર્જા-રૂપાંતરકો છે અને તેઓ વિવિધ રંગોની ઇલેક્ટ્રિક ઊર્જાઓના ફરતાં પૈડાંઓ કહેવાય છે, જે ઊર્જા ક્ષેત્રો, શરીરો અને વ્યાપક બ્રહ્માંડીય ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલાં ઘણાં બધા કાર્યો કરે છે.

૭ ચક્રો પ્રત્યક્ષ રીતે જોડાયેલા હોય છે અને અંતઃસ્ત્રાવી પ્રણાલી સંચાલિત કરે છે, જે ‘એજિંગ પ્રોસેસ’(વધતી ઉંમરની પ્રક્રિયા)નું નિયમન કરે છે. ૭ ચક્રો એ ભૌતિક શરીર તથા ઑરાના ક્ષેત્રો તથા બ્રહ્માંડીય ઊર્જાના અલગ-અલગ સ્તરોમાં ઑરાના ક્ષેત્રો અને મેરીડિયન સિસ્ટમ વચ્ચે જોડાયેલી મિકેનિઝમ્સ (રચનાઓ) છે. તેઓ શારીરિક શરીરમાં ઊર્જાના પ્રવાહને અસર કરે છે. તેઓ વાતાવરણમાંથી પ્રાથમિક ઊર્જા શોષે છે અને તેને ઊર્જા ચેનલો(શૃંખલાઓ)માં મોકલી આપે છે.

આપણા શરીરમાં ૭ ચક્રો અને
આપણા જીવન ઉપર તેમનો પ્રભાવ

સહસ્ર ચક્ર

સહસ્ર ચક્ર એ ‘મુગટ ચક્ર’ તરીકે ઓળખાય છે, જે મસ્તિષ્ક અને મગજના ઉપરના ભાગમાં આવેલું છે, જે સાત ચક્રોમાંનું પ્રથમ ચક્ર છે. જો સહસ્ર ચક્ર સક્રિય ન થયું હોય તો તેને કારણે હતાશા, પાર્કિન્સન(કંપવા), સ્કીઝોફેનિયા, એપીલેપ્સી, સેનાઈલ ડેમેન્ટિયા, અલ્ઝાઈમરનો રોગ, માનસિક રોગો, મૂંઝવણનું કારણ, ચક્કર આવવા જેવા રોગ થઈ શકે છે.

આજ્ઞા ચક્ર

આજ્ઞા ચક્ર એ “લલાટ ચક્ર” તરીકે પણ ઓળખાય છે, જે કપાળના મધ્યમાં આવેલું છે. આ સાત ચક્રોમાંનું બીજું ચક્ર છે. જો આપણું આજ્ઞા ચક્ર સક્રિય ન થાય તો તેને કારણે ચિંતા, તણાવ, માથાનો દુઃખાવો, માઈગ્રેન, આંખની ઊણપો, લાંબી દૃષ્ટિ, ટૂંકી દૃષ્ટિની ખામી, ગ્લુકોમા, મોતિયા, સાઈનસની સમસ્યાઓ, કાનની સમસ્યાઓ વગેરે ઉદ્‌ભવી શકે.

વિશુદ્ધ ચક્ર

વિશુદ્ધ ચક્ર એ “થ્રોટ (ગરદન) ચક્ર” તરીકે પણ ઓળખાય છે, જે ગળા અને શ્વાસનળીના ભાગમાં આવેલું હોય છે. આ ચક્ર, સાત ચક્રોમાંનું ત્રીજુ ચક્ર છે. જો આપણું વિશુદ્ધ ચક્ર સક્રિય ન થયું હોય તો તેને કારણે થાઈરોઈડની સમસ્યાઓ ઉદ્‌ભવી શકે (બંને – વધુ પડતો સક્રિય અને વધુ પડતો ઓછો સક્રિય), એનોરેક્સિયા નર્વોસા (આ બહુવિધ ચક્રની સમસ્યા છે, પરંતુ તે “ગરદન ચક્ર” સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે.), અસ્થમા, બ્રોન્કાઈટિસ, સાંભળવાની સમસ્યાઓ, ટીનીટસ વગેરે જેવી સમસ્યાઓ ઉદ્‌ભવી શકે. તે લલાટ ચક્રની સમસ્યાઓ જેવી કે ઉપરનો પાચન માર્ગ, મોઢાનાં ચાંદા, ગળાની ખારાશ, કાકડાં વગેરે સમસ્યાઓ સાથે પણ જોડાયેલ હોઈ શકે છે.

અનાહત ચક્ર

અનાહત ચક્ર એ ‘હૃદય ચક્ર’ તરીકે પણ ઓળખાય છે, જે હૃદયના ભાગમાં આવેલું છે. આ ચક્ર, સાત ચક્રોમાંનુ ચોથું ચક્ર છે. જો આપણું અનાહત ચક્ર સક્રિય ન થયું હોય તો તે હૃદય રોગો તથા રોગપ્રતિરકારક શક્તિના રોગો જેવાં કે, સ્નાયુઓનો દુખાવો, એન્સેફાલોમાઈલિટીસ જેવી બીમારીઓને પણ નોતરી શકે અને ક્યારેક ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમ (વારંવાર થાકી જવું) તરીકે પણ તેનો ઉલ્લેખ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ, એલર્જીઓ, બ્રેસ્ટ કેન્સર વગેરે જેવી અન્ય ઊણપો પણ ઉદ્‌ભવી શકે છે.

મણિપુર ચક્ર

મણિપુર ચક્ર એ ‘સૂર્ય નાડી ચક્ર’ તરીકે પણ ઓળખાય છે, જે પિત્તાશય, બરોળ અને જઠરમાં આવેલું હોય છે. આ ચક્ર, સાત ચક્રોમાંનું પાંચમું ચક્ર છે. જો આપણું મણિપુર ચક્ર સક્રિય ન હોય તો તેને કારણે ડાયાબિટિસ, પેન્ક્રિયાટાઈટીસ, પિત્તાશયના રોગો, પેપ્ટીક અલ્સર, પેટના દુખાવાના રોગ, પિત્તાશયમાં પથરી વગેરે જેવાં રોગ થઈ શકે.

સ્વાદિસ્થાન ચક્ર

સ્વાદિસ્થાન ચક્ર એ ‘સેક્રલ (ત્રિકાસ્થી) ચક્ર’ તરીકે પણ ઓળખાય છે, જે ગર્ભાશય, મોટુ આંતરડું, પ્રોસ્ટેટ, અંડાશયો અને સ્વાદક્ષેત્રના ભાગમાં આવેલું હોય છે. આ ચક્ર, સાત ચક્રો પૈકી છઠ્ઠુ ચક્ર છે. જો આપણું સ્વાદિસ્થાન ચક્ર સક્રિય થયેલું ન હોય તો તેને કારણે માસિક સ્ત્રાવ પહેલાંના લક્ષણો, માસિક પ્રવાહની સમસ્યા, યુટેરાઈન ફ્રાઈબ્રોઈડ્‌સ, અંડાશયની કોથળીમાં થતી પાણીની ગાંઠો, આંતરડાની પીડાના લક્ષણો, એન્ડોમેટ્રીયોટીસ, ટેસ્ટીક્યુલર રોગો, પ્રોસ્ટેટના રોગો વગેરે ઉદ્‌ભવી શકે છે.

મૂલાધાર ચક્ર

મૂલાધાર ચક્ર એ ‘આધાર ચક્ર’ તરીકે પણ ઓળખાય છે, જે કરોડરજ્જુના આધાર સ્થાનમાં આવેલું હોય છે. આ ચક્ર, સાત ચક્રો પૈકી અંતિમ અને સાતમું ચક્ર છે. જો આપણું મૂલાધાર ચક્ર સક્રિય થયેલું ન હોય તો તેને કારણે કબજીયાત, ડાયેરિયા, પાઈલ્સ, કોલીટીસ, કરોડના રોગો, આંગળીઓ અને ટેરવાઓ ઠંડા પડી જવા, વારંવાર પેશાબ જવાની સમસ્યા, હાઈપરટેન્શન (ઉચ્ચ રક્ત પ્રવાહ), કિડનીમાં પથરીઓ થવી, નપુંસકતા, સાથળ(નિતંબ) સંબંધિત સમસ્યાઓ ઉદ્‌ભવી શકે છે.