શું તમે વાસ્તુ શાસ્ત્રમાં વિશ્વાસ કરો છો અને તમારું ઘર, દુકાન વાસ્તુને સુસંગત બનાવવા માંગો છો? તેમજ, શું તમે ઈચ્છો છો કે તે બધુ કોઈ માળખાકીય ફેરફારો વિના કરવામાં આવે? તો સરલ વાસ્તુ તે જ છે જે તમે શોધી રહ્યા છો.
સરલ વાસ્તુ એવા ગ્રાહકો માટે વાસ્તુ પરામર્શ પ્રદાન કરી રહ્યું છે જેઓ રહેણાંક, વ્યવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. વાસ્તુ પરામર્શ તે લોકોને પણ પૂરો પાડવામાં આવે છે જેમણે પહેલાથી જ જગ્યા ખરીદેલી હોય કે ભાડે લીધેલી હોય.
અમારી પાસે વાસ્તુ સલાહકારની પ્રતિભાશાળી અને અનુભવી ટીમ છે, તેમની પાસે સરલ વાસ્તુ વિશે ઉંડાણપૂર્વકનું જ્ઞાન છે. તેમની કુશળતાને કારણે, અમે મૂળ મિલકતમાં કોઈપણ માળખાકીય ફેરફાર કે તોડફોડ વગર, વાસ્તુ ઉપાય આપવામાં સક્ષમ છીએ.
સરલ વાસ્તુ મુજબ, તમારા જીવનની દરેક સમસ્યાનું સમાધાન તમારા ઘરે જ મળી આવે છે. અમારા વાસ્તુ સલાહકારો તમને યોગ્ય ઉકેલો શોધવા માટે મદદ કરે છે.
વાસ્તુ સલાહકારો તમને આરોગ્ય, સંપત્તિ, કારકિર્દી, લગ્ન, શિક્ષણ, સર્જનાત્મકતા, રસોડા, દરવાજા, શયનખંડ, અભ્યાસ ખંડ, પૂજા ખંડ, વ્યવસાય, દુકાનો, ઓફિસ, કોર્પોરેટ્સ, કારખાના, હોસ્પિટલ, ઉદ્યોગો, હોટલ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેને લગતી સમસ્યાઓ માટે ઉકેલ આપે છે.
હાલમાં, સરલવાસ્તુ 800 થી વધુ વાસ્તુ નિષ્ણાતો સાથે ભારતભરમાં વાસ્તુ સલાહ પ્રદાન કરી રહ્યું છે. દરરોજ, અમે વાસ્તુ દ્વારા 2 હજારથી વધુ લોકોને તેમની સમસ્યાઓ દૂર કરવામાં સહાય કરીએ છીએ.
તમામ પ્રકારની ઇમારતો જેમકે નિવાસસ્થાન, કચેરીઓ, ઉદ્યોગો, વ્યવસાયિક મથકો, લોજ અને હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, મોલ્સ સહિત તમામ બિલ્ડીંગ માટે સરલવાસ્તુ સુસંગત છે.