vastu-for-marriage

તમારા લગ્ન/વિવાહ ઉપર વાસ્તુ કેવી રીતે પ્રભાવ પાડી શકે ?

લગ્ન એ દરેકના જીવનનો એક મહત્ત્વપૂર્ણ તબક્કો છે. પરંપરાગત પરિવારમાં પરિવારના માળખાને ખૂબ જ હિતાવહ માનવામાં આવે છે કારણ કે દરેક વ્યક્તિએ ‘ગૃહસ્થ આશ્રમ’માં પ્રવેશ કરવો જોઈએ અને વૈવાહિક જીવનનો આનંદ ઉઠાવવો જોઈએ. ‘અનુરૂપ પાત્ર’ શોધવાની જવાબદારી માતા-પિતા, સગા-સંબંધીઓની હોય છે. આજના જમાનામાં અત્યારની યુવા પેઢી વિવાહ અનુરૂપ પાત્ર શોધવા માટે ઇન્ટરનેટ દ્વારા વિવિધ મેટ્રીમોનિયલ સાઈટ્‌સ, સોશ્યલ મીડિયા તથા વર્તમાનપત્રો અને સામયિકોમાં વિજ્ઞાપનોનો ઉપયોગ કરે છે. દરેક માતા-પિતા તેમના દિકરાઓ અને દીકરીઓ માટે ઉત્તમ અને યોગ્ય પાત્ર શોધવાનો પ્રયાસ કરે છે.
કેટલીક વાર તેઓ તેમના બાળકો માટે સંભવિત વર અને વધૂ શોધવા માટે મેરેજ કાઉન્સેલરની મદદ પણ લે છે.

વિવાહમાં મોડુ થવું અથવા વિવાહો તૂટવાની સમસ્યાઓ ઉપર કાબૂ મેળવવા માટે વિવાહ માટે વાસ્તુનું મહત્ત્વ

દરેક ઘર અને કાર્યસ્થળમાં એક સંબંધ-સ્થાન હોય છે. જો સંબંધ-સ્થાન, ટોઈલેટ અથવા બાથરૂમ અને યુટિલિટીઝ દ્વારા અવરોધાતું હોય તો લગ્નબંધન નક્કી થવામાં સમસ્યાઓ આવી શકે છે.

જો કોઈ પવિત્ર સંત અથવા કોઈ ‘અવતારો’(અવિવાહિત)ની છબિ કે ચિત્ર ડ્રોઈંગ રૂમ અથવા બેડરૂમમા દિવાલ ઉપર લગાવવામાં આવ્યું હોય કે મુકવામાં આવ્યું હોય ત્યારે તે વિવાહમાં સમજાવી ન શકાય તેવો વિલંબ સર્જે છે અને લગ્નના ગઠબંધનને તોડી નાંખે છે. બેડરૂમ માટેના વાસ્તુ બાબતે સરલ વાસ્તુના ઉપચારો અનુસાર તમે તમારા લગ્નજીવનમાં સુધારો લાવી શકો છો.

સરલ વાસ્તુ, લગ્ન સંબંધિત સમસ્યાઓમાં કેવી રીતે મદદરૂપ બને છે ?

લગ્ન/વિવાહ માટે વાસ્તુ બાબતે સરલ વાસ્તુ મદદરૂપ થાય તેવા સરળ ઉપચારો પ્રદાન કરે છે, જે ઘર અથવા કાર્યસ્થળના નિર્માણમાં કોઈપણ જાતની તોડફોડ કે સુધારાવધારા કર્યા વગર સકારાત્મક ઊર્જાને ક્રમબદ્ધ કરે છે અને નકારાત્મક ઊર્જામાં ઘટાડો કરે છે.

લગ્ન/વિવાહ માટે વાસ્તુ બાબતે સરલ વાસ્તુ અનુરૂપ ઉપચારો કરે છે, જે વધૂ અને વરના પરિવારો દ્વારા સંભવિત લગ્ન ગઠબંધનને જોડવાની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ બને છે.

લગ્ન/વિવાહ માટે વાસ્તુના સરલ વાસ્તુ ઉપચારોમાં, વધૂને તેની સૌથી વધુ અનુકૂળ (શુભ) દિશા તરફ મોં રાખી બેસવાનું સૂચન કરવામાં આવે છે અને સકારાત્મક ઑરામાં વધારો કરવા માટે વધૂ અને વર, બંનેને શુભ રંગોના કપડાં પહેરવાનું સૂચન કરવામાં આવે છે, પરિણામે, સંભવિત લગ્ન ગઠબંધન વાસ્તવિક્તા બને છે અને લગ્ન વિવિધપૂર્વક સંપન્ન થાય છે.
આ બધી સમસ્યાઓનો સમાધાન મેળવવા માટે સરળ વાસ્તુ નો સંપર્ક કરો. વિવાહ માટે વાસ્તુ તમારી વિવાહ સંભંધિત બધી સમસ્યાઓને દૂર કરવા માટે અને તે સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે મદદરૂપ છે.

સંબંધોની સમસ્યાઓ માટે વાસ્તુનું મહત્ત્વ

દરેક ઘર અને કાર્યસ્થળ એક ‘સંબંધ સ્થાન’ ધરાવે છે. કેટલીક વખત સંબંધ સ્થાન ઘર અથવા કાર્યસ્થળમાં ન હોય તેવું બની શકે. જો ઘરમાં ‘સંબંધ સ્થાન’ હોય પરંતુ તેના સ્થાને બાથરૂમ, ટોઈલેટ અને યુટિલિટી રૂમ્સ બનાવેલા હોય તો સંબંધ સ્થાન અવરોધાય છે. આમ, ઘરના સભ્યોના સંબંધો આપોઆપ વણસવાના શરૂ થઈ જાય છે.
દરેક ઘર અને કાર્યસ્થળ એક સંબંધ સ્થાન ધરાવે છે. ઉપર વર્ણવ્યું તે મુજબ સંબંધ સ્થાનની જગ્યાએ ટોઈલેટ અથવા બાથરૂમ કે યુટિલિટી રૂમ્સ આવેલા હોય તો સંબંધ સ્થાન અવરોધાવાને કારણે સંબંધોમાં સમસ્યાઓ ઉદ્‌ભવી શકે.

જો રસોઈઘર એ વિપરિત (અશુભ) દિશામાં આવેલું હોય તો પણ પરિવારના સભ્યો વચ્ચેના સંબંધ ઉપર વિપરીત અસર પડે છે.
જો ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાં કોઈ પણ દેવી કે દેવતાની આક્રામક છવિ દિવાલ ઉપર લગાવેલી હોય અથવા મુકવામાં આવેલી હોય ત્યારે તે ઘરના સભ્યોની વચ્ચે વર્ણવી ન શકાય તેવા ઝઘડાઓ, આક્રામક વર્તન નોતરે છે.

વણસી ગયેલ કે તૂટી ગયેલા સંબંધોના કિસ્સામાં સરલ વાસ્તુ મદદરૂપ બને છે

કોઈપણ જાતની તોડફોડ કે સુધારાવધારા કર્યા વગર ઘરમાં કે કાર્યસ્થળમાં સરલ વાસ્તુ, વણસી ગયેલાં કે તૂટી ગયેલા સંબંધો માટે ઉપાયો સૂચવે છે.

પરિવારના સભ્યો વચ્ચે ભાવનાત્મક લાગણીમાં વધારો કરવા માટે સરલ વાસ્તુ, ‘સંબંધની ઉત્તમ દિશા’ અને ‘સૂવાની ઉત્તમ દિશા’ સૂચવે છે. પરિવારની ભાવનાત્મક લાગણીમાં પણ વધારો થાય છે, જેને કારણે સાત ચક્રો સક્રિય બને છે.

પરિવારમાં સકારાત્મક સંબંધના કંપનોમાં વૃદ્ધિ કરવા માટે સરલ વાસ્તુ દિવાલો ઉપર સકારાત્મક છવિઓ અને ચિત્રો લગાવવાનું સૂચન કરે છે.