મુખ્ય દ્વારની દિશા કેવી રીતે ચકાસવી?

તરફેણકારી દિશાઓ

દિશાઓ, ‘તરફેણકારી’ અથવા ‘બિનતરફેણકારી’ હોય છે,તે વ્યક્તિના જન્મ તારીખ પર આધારિત છે. પ્રત્યેક વ્યક્તિએ ચાર યોગ્ય ‘પવિત્ર’ દિશાઓ અને ચાર ‘અપવિત્ર’ દિશાઓ મેળવેલી હોય છે. જો કોઇ વ્યક્તિને ઉત્તર કે પૂર્વ અનુકૂળ હોય તો તે આ દિશામાં રહેલા ઘર અથવા એસ્ટાબ્લિશમેન્ટ્સમાંથી સમૃદ્ધિ મેળવે તેવી શક્યતાઓ હોય છે.

સરળ વાસ્તુ ચાર્ટ તમને જન્મતારીખ પર આધારિત તરફેણકારી દિશાઓ પૂરી પાડે છે. જો તમારા ઘર કે કાર્યસ્થળનું મુખ્ય દ્વારા તરફેણકારી દિશામાં ના આવે તો તમે દરેક વસ્તુ જેમ કે આરોગ્ય, સંપત્તિ, સમૃદ્ધિ, સંબંધ, પ્રતિષ્ઠા ગુમાવી દો તેવી શક્યતા રહેલી છે. એટલું જ નહી જો મુખ્ય દ્વારા બીજી, ત્રીજી અને ચતુર્થ બિનતરફેણકારી દિશામાં આવે તો પણ તે ખરાબ પરિણામો આપે છે. તેનાથી નકારાત્મક અસરો જેમ કે કારોબારમાં નુકસાન, પરિવારમાં વિખવાદ, કોર્ટ મેટર્સ અને આરોગ્યને લગતી મુશ્કેલી વગેરે થઇ શકે છે.

જોકે સારા સમાચાર એ છે કે સરળ વાસ્તુનું લોકપ્રિય વિજ્ઞાન દરેક સમસ્યાના ઉકેલ ધરાવે છે. તે વ્યવહારુ અને લાગુ પાડી શકાય એમ બન્ને છે, આપણી દરેક સમસ્યાઓનો સનાતન ઉકેલ. તેમાં તમારા ઘરમાં માળખાગત ફેરફારો જેમ કે મુખ્ય દ્વારનું પુનઃબાંધકામ વગેરેની જરૂર નથી. સરળ વાસ્તુના યોગ્ય અમલીકરણથી જે તે વ્યક્તિ વાસ્તુની ક્ષતિઓની નકારાત્મક અસરોને ખાળી શકે છે. કેમ કે સરલ વાસ્તુ નકારાત્મક ઉર્જે દબાવી દે છે અને ઘરની આસપાસ સકારાત્મક ઉર્જામાં વધારો કરે છે.