તમારી સંપત્તિ ઉપર વાસ્તુ કેવી રીતે પ્રભાવ પાડી શકે ?

Terms & Conditions

દરેકના જીવનમાં સંપત્તિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંપત્તિ વગર સમાજમાં આબરૂ કે પ્રતિષ્ઠા મળતી નથી. આપણું જીવન આરામદેય બનાવવા અને સમાજમાં સારો મોભો પ્રાપ્ત કરવા માટે સંપત્તિ ઉપાર્જન ખૂબ જ આવશ્યક છે. જો પરિવારનો મુખ્ય કર્તા કે કામ કરનાર વ્યક્તિને ખૂબ મોટું આર્થિક નુકસાન જાય તો તેની વ્યાપક અસર પરિવારના દરેક સભ્યો તેમજ બાળકો ઉપર પણ પડે છે. પરિવારના સભ્યોમાં ચિંતા, તણાવ, વ્યગ્રતા લાંબા સમય સુધી રહેવાને કારણે અદાલતના મુકદ્દમાઓ, અસંવાદિતા ઉભી થાય છે તથા અસામાજિક પ્રવૃત્તિઓ કરવા પ્રત્યે પ્રેરાય છે. આ એક સ્વીકાર્ય હકીકત પણ છે કે પૈસા કમાવવાની આ ઉંદર-દોડમાં ખૂબ જ ઓછા લોકો તેમના અંતિમ ધ્યેય સુધી પહોંચી શકે છે અને જે મોટાભાગના નિષ્ફળ નીવડે છે, તેઓ પોતાની નિયતિ, નસીબ અથવા દુર્ભાગ્યને દોષ દે છે.

સંપત્તિ માટે વાસ્તુનું મહત્ત્વ

દરેક ઘર અને કાર્યસ્થળ એક ‘સંપત્તિ સ્થાન’ ધરાવે છે. કેટલીક વખત સંપત્તિ સ્થાન, ઘર અથવા કાર્યસ્થળમાં ન હોય તેવું બની શકે. જો સંપત્તિ સ્થાન ઘરમાં હોય પરંતુ તે સંપત્તિ સ્થાનમાં બાથરૂમ, ટોઈલેટ અને યુટિલિટી રૂમ્સ બનાવેલા હોય તો સંપત્તિ સ્થાન અવરોધાય છે. આમ, સંપત્તિની સમસ્યાઓ ઉભી થવા માંડે છે અને ખૂબ જ સંવેદનશીલ પ્રકારે નાણાંકીય સમસ્યાઓથી અસર પામે છે.

ઘર અથવા કાર્યસ્થળના ‘સંપત્તિ સ્થાન’માં જો બાથરૂમ, ટોઈલેટ, યુટિલિટી અને સ્ટોરરૂમ બનાવવામાં આવ્યા હોય તો તે સમગ્ર પરિવાર, નોંધપાત્ર નાણાકીય નુકસાનનો ભોગ બની શકે.

આ બધી સમસ્યાઓનો સમાધાન મેળવવા માટે સરળ વાસ્તુ નો સંપર્ક કરો. સંપત્તિ માટે વાસ્તુ વાસ્તુ તમારી સંપત્તિ સંભંધિત બધી સમસ્યાઓને દૂર કરવા માટે અને તે સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે મદદરૂપ છે.