સરલ વાસ્તુ તમારી કારકિર્દી ઉપર કેવી રીતે પ્રભાવ પાડી શકે ?

દરેક વ્યક્તિના જીવનમાં કારકિર્દીની શરૂઆત એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ તબક્કો હોય છે. દરેક યુવા, તેનો/તેણીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શૈક્ષણિક ક્ષેત્રમાં યોગ્યતા મુજબ પ્રાપ્ત કરેલ પરિણામોનો ઉપયોગ તે/તેણી તેના પોતાના માટે અને તેના પરિવાર માટે આજીવિકા કમાવવા માટે કરવા ઇચ્છતો/ઇચ્છતી હોય છે. કેટલાંક ખુશનસીબ લોકો ઉદ્યોગ સાહસિકો બની શકે છે અથવા તો તેમના પરિવારના ધંધાનું અનુસરણ કરીને ઉદ્યોગ સાહસિકો બનતા હોય છે.કારકિર્દી માટે વાસ્તુ આ બધી બાબતોને પુરી પાડવામાં આવે છે.

કારકિર્દીની અધોગતિ માટેનું મુખ્ય કારણ વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણમાં રહેલું છે, જે આ મુજબ છે !

દરેક ઘર અથવા કાર્યસ્થળ, એક કારકિર્દી સ્થાન ધરાવે છે. જ્યારે કારકિર્દી સ્થાનને અસર પહોંચી હોય ત્યારે કારકિર્દીમાં તકલીફ આપોઆપ આવે છે. જો ઘર અથવા કાર્યસ્થળનો મુખ્ય દરવાજો અથવા પ્રવેશદ્વાર પ્રતિકૂળ (અશુભ) દિશામાં હોય ત્યારે તે નોંધપાત્ર રીતે કારકિર્દીના વિકાસને અવરોધે છે. આમ, આની ઘણી બધી અસરો જોવા મળી શકે છે, જેવી કે, નોકરી ન મળવી, પગાર વધારો ન થવો, પ્રમોશન ન મળવું, અને મેનેજરો તથા ટીમના સભ્યો સાથે વિવાદો થવા.

જો ઘર અથવા કાર્યસ્થળનું પ્રવેશદ્વાર પ્રતિકૂળ (અશુભ) દિશામાં હોય ત્યારે તે કારકિર્દીના વિકાસ ઉપર અસર કરશે. જો કોઈ વ્યક્તિ અથવા કોઈ યુવા તેના કાર્યસ્થળે(ઓફિસે) અથવા ઘરમાં પ્રતિકૂળ (અશુભ) દિશાઓનું અનુસરણ કરે ત્યારે તેની અસર તેની બૌદ્ધિક શક્તિઓ ઉપર પડે છે અને તેને કારણે ખોટા નિર્ણયો લેવાય છે તથા વ્યક્તિની માનસિક શાંતિ ઉપર પણ અસર પડે છે. એવું જોવામાં આવ્યું છે કે ખૂબ જ ઓછા વ્યક્તિઓ તેમની સંબંધિત કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે. કેટલાંક લોકોની કારકિર્દી ખૂબ જ સારી અને મજબૂત દેખાતી હોય પરંતુ વિવિધ કારણોસર તેમાં સમસ્યાઓ આવતી હોય હોય છે. કેટલાંક લોકો ખૂબ જ ઝડપથી નોકરી ગુમાવી દેતાં હોય છે. એજ રીતે, કર્મચારીઓ ખૂબ જ મહેનત કરતાં હોવા છતાં પણ લાયક કર્મચારીઓ કોઈ પ્રમોશન મેળવી શકતા નથી અને આવા કર્મચારીઓને તેમના સુપરવાઈઝર્સ દ્વારા કોઈ પ્રેરણા અથવા ટેકો આપવામાં આવતો નથી. નોકરી ગુમાવવી તથા કાર્યસ્થળે સારી પ્રતિષ્ઠા ગુમાવવી અથવા તમને ‘મેમો’ પકડાવી દેવામાં આવે.

જ્યારે આપણે નોકરી મેળવીએ છીએ ત્યારે ખૂબ જ કલાકો કામ કરતાં છતાં અને કંપની પ્રત્યે પૂર્ણ વફાદારી અને પ્રમાણિકતાપૂર્વક કામ કરવા છતાં પણ પ્રમોશન મેળવવામાં તકલીફ પડતી હોય છે.

કારકિર્દીના વિકાસમાં સરલ વાસ્તુ કેવી રીતે મદદરૂપ બની શકે ?

સરલ વાસ્તુ, કારકિર્દી બાબતે ઉત્તમ દિશાનિર્દેશો સૂચવે છે, જેની સકારાત્મક અસરને કારણે નોકરી મેળવવા માટેની તકોમાં સુધારણા થાય છે અને લાયકાત અનુસારની નોકરી મેળવી શકાય છે. નોકરી ઈચ્છુક લોકોના આત્મવિશ્વાસના સ્તરોમાં પણ વધારો થાય છે. ઘર અથવા કાર્યસ્થળનાં નિર્માણ સંબંધિત કોઈપણ જાતની તોડફોડ કે સુધારાવધારા કર્યા વગર તમારી તથા તમારા ઘરની સકારાત્મક ઊર્જાને સક્રિય કરે છે અને નકારાત્મક ઊર્જાને ઘટાડવામાં મદદરૂપ થાય છે અને આમ સરળ ઉપાયો કરે છે. સાત ચક્રોને સક્રિય બનાવીને વ્યક્તિનો કારકિર્દી વિકાસમાં વૃદ્ધિ મેળવી શકાશે.