vastu remedies

વાસ્તુ સુખાકારીમાં વધારો કરવામાં મદદ કરે છે, એ આપણા નસીબ સાથે ચેડાં નથી કરતું. વાસ્તુ બાંધકામનું વિજ્ઞાન છે જે સમૃદ્ધિમાં વધારો કરે છે એવું દૃઢતાપૂર્વક માનવામાં આવે છે. જે સ્થળે વાસ્તુ શાસ્ત્રનું સંપૂર્ણપણે પાલન ન થયું હોય ત્યાં થોડી છૂટછાટ સાથે વસ્તુ લાગુ પાડી શકાય? ખાસ કરીને વર્તમાન સમયમાં આપણામાંના મોટા ભાગના લોકોની ભવ્ય જીવનશૈલીની ઈચ્છા અનુસાર થતા બાંધકામોમાં વાસ્તુના નિયમ અનુસરાતા નથી હોતા. આ ઉપરાંત, બાંધકામના નિયમોને પણ અનુસરવું પડે છે. આમ, વાસ્તુને ચુસ્તપણે વળગી રહી બનાવાયેલું આદર્શ બાંધકામ લગભગ ક્યાંય જોવા ન મળે. તો શું આપણે થોડી બાંધછોડ કરી શકીએ? હા, ચોક્કસ.

વ્યવહારુ સ્તરે આપણે બાહ્ય માળખાને બદલી શકીએ તેમ ન હોઈએ તો, આપણે સૂક્ષ્મ સ્તરે ધ્યાન આપવું પડશે. એટલે કે, આંતરિક માળખા પર ધ્યાન આપવાનું શરૂ કરો! વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક માર્ગદર્શક સૂચનો ઘણા વધુ મહત્ત્વના છે. આ પરિસ્થિતિમાં નકારાત્મક તત્વને સંતુલિત કરવાનું જ કામ શક્ય બને.

વાસ્તુ કોઈ ધર્મ નથી. સૃષ્ટિના પાંચ તત્ત્વ વચ્ચે સંતુલન જળવાઈ રહે એ રીતે વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવવાનું વિજ્ઞાન એટલે વાસ્તુ! આમ થાય તો, તેના વડે જીવનમાં ઉચ્ચતમ લાભ મળી શકે છે. કોઈ ઘર, ફ્લેટ કે ઓફિસમાં આ સૂચનોનો ભંગ થતો હોય તો તેને વાસ્તુ દોષ કહેવાય.

તોડફોડ કર્યા વિનાના વાસ્તુ ઉપાય:

દીવાલો તોડવી, દરવાજા બદલવા કે દૂર કરવા, વગેરે જેવા માળખાની તોડફોડ કરતા ઉપાય સિવાય બીજા કોઈ ઉપાય ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં છે? મોટા ભાગના લોકો કોઈ તોડફોડ વિના જ વાસ્તુ દોષ દૂર કરી શકે તેવા વિશેષજ્ઞને જ શોધતા હોય છે.

આજે લોકોને મોટે ભાગે વાસ્તુના ઉપાય લાગુ કરી તરત હકારાત્મક પરિણામ જોઈતા હોય છે. આવા ત્વરિત પરિણામ હંમેશા ન મળે. એ અસર દેખાતા થોડો સમય લાગે એ ભૂલવું ન જોઈએ. હકારાત્મક કે નકારાત્મક અસરને પ્રતિસાદ આપતા પહેલા તેને થોડો સમય આપો. વાસ્તુ ઉપાય અમલ મુક્યા બાદની તમારી વર્તણૂંક અને અભિગમ પણ વહેલા પરિણામ આપવામાં અસર કરે છે.

ફેરફાર અને તોડફોડ વિનાના સરલ વાસ્તુ ઉપાય

ઘરના વડાની જન્મતારીખ અને લિંગના આધારે આગાહી કરી વૈજ્ઞાનિક આધારે વાસ્તુના ઉપાય અને ઉકેલ સરલ વાસ્તુ તમને આપશે. કુટુંબના વડા અને કુટુંબના સભ્યોની વિગતો ઘરના વિવિધ તત્ત્વો સાથે સરખાવી કુટુંબમાં આવતી તકલીફોની આગાહી કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું અસંતુલન કુટુંબના વડા કે કુટુંબના સભ્યોને માટે મુશ્કેલી નોતરી શકે છે.

સરલ વાસ્તુ આ મુદ્દાઓની આગાહી કરે છે અને તે ખરી છે કે નહીં તે કુટુંબના સભ્યો પાસેથી જાણે છે. અને જયારે સભ્યો આ આગાહી સાચી હોવા બાબતે સહમત થાય ત્યારે કોઈ પણ પ્રકારના ફેરફાર કે તોડફોડ વિના વાસ્તુ ઉપાય સૂચવી સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. સરલ વાસ્તુ સિદ્ધાંતનો અમલ કરીને નસીબ પરિવર્તન કરો અને વધુ સમજ, પ્રેમ, શાંતિ અને સાયુજ્યભર્યું તાણમુક્ત જીવન જીવો.તિ અને સાયુજ્યભર્યું તાણમુક્ત જીવન જીવો. જીવન જીવો.