ઘર એક સ્થાન છે, જ્યાં વ્યક્તિ આરામ કરે છે, અને પોતાના પરિવાર અને મિત્રો સાથે હળવાશ નો સમય પસાર કરે છે. ઘર એક એવું સ્થાન છે જ્યાં આપણે આપણા નજીકના અને પ્રિય લોકો સાથે ઘણી યાદો અને ભાવનાત્મક પળોને પ્રેમથી માણીએ છીએ. તેથી ઘર એ હૃદયની નજીકનું સ્થાન છે. જો તમારાં ઘરનું વાતાવરણ સુવ્યવસ્થિત અને આરામદાયક નઈ હોય, તો એ બાબત તમારા સંપૂર્ણ સુખાકારી, સુખ, સમૃદ્ધિ અને આરોગ્યને અસર કરી શકે છે. તો, શું તમે કામથી ઘરે પાછા આવ્યાં પછી આરામ અને તાજગી અનુભવો છો? શું તમારે તમારા પરિવારના સભ્યો સાથે સારું બને છે? શું તમે સારા સ્વાસ્થ્યનો આનંદ માણી રહ્યાં છો અને રાત્રે તમને સારી ઊંઘ આવે છે?

જો એવું નથી, તો તમારા ઘરને હકારાત્મક તરંગો અને ઊર્જા (વાઈબ્સ અને એનર્જી) થી સમૃદ્ધ કરવાની જરૂર છે. સરળ વાસ્તુ તમારા ઘરમાં સમૃદ્ધિ અને સુખને આકર્ષિત કરે એવું વાતાવરણ ઊભું કરવામાં મદદ કરે છે. વાસ્તુ ફોર હોમ દરેક ને તેમની જન્મ તારીખની આસપાસ રહેલા અલ્ગોરિધમ ના આધારે વ્યક્તિગત સોલ્યૂશન આપે છે, જેમાં, ઘરમાં કોઈપણ જાતના માળખાકીય પરિવર્તન અથવા ભંગાણ કરવાનું સૂચવવામાં આવતું નથી.

રસોડા માટે વાસ્તુ

Vastu for Kitchen

શું તમારું કુટુંબ વારંવાર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે? શું તમારા અને તમારા પરિવારની પ્રગતિ અને સમૃદ્ધિ તમારા માટે ચિંતાનો વિષય બની ગઈ છે? તેનું કારણ, તમારા રસોડામાં રહેલી નકારાત્મક ઉર્જા હોઈ શકે છે, જે (તમારું રસોડું) તમારા ઘરનું ઉર્જા કેન્દ્ર કે હૃદય છે. રસોડાને હંમેશાં ઘરના ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ તરીકે ગણવામાં આવે છે. જૂના સમયમાં, રસોડા માટે મોટી જગ્યા રહેતી. રસોડાના નિર્માણ માટે કોઈ ચોક્કસ દિશા કે નિશ્ચિત નીતિ-નિયમો ન હતા.

રસોડા માટે સરળ વાસ્તુ, તમને તમારા રસોડામાં ઉર્જામાં અસંતુલન પેદા કરનાર પરિબળોને સમજવામાં સહાય કરે છે. રસોડાની દિશા અને બાંધકામ સંબંધિત પરિબળો રસોડાની અસંતુલિત ઉર્જા માટે જવાબદાર હોઈ શકે છે. આથી, ઘર માલિકની જન્મતારીખ અને અમારા સરળ ફોર સાયન્સિસના આધારે રસોડાની ઉર્જાને સંતુલિત કરે છે.

બેડરૂમ્સ માટે સરળ વાસ્તુ

Vastu for Bedroom

શું તમને ખબર છે કે તમારા બેડરૂમ અને તેમાં મૂકેલ ફર્નિચર અને વસ્તુઓની ગોઠવણ, સંબંધોની સમસ્યાઓ સાથે જોડાયેલી છે? શું તમારે કુટુંબના સભ્યો સાથે નિયમિત ઝઘડો થાય છે? શું તમારા જીવનસાથી સાથેના સંબંધ સુમેળ ભર્યા નથી, અથવા તમારા લગ્નજીવનમાં અશાંતિ છે?

પોતાને અથવા કોઈપણને દોષ આપવાની જરૂર નથી. સમસ્યાઓનું મૂળ કારણ તમારા બેડરૂમ અથવા તેની આંતરિક ગોઠવણમાં હોઈ શકે છે. બેડરૂમ્સ માટે સરળ વાસ્તુ તમારા સંબંધમાં મુશ્કેલીઓ ના મૂળ કારણોનું નિદાન કરવામાં મદદ કરે છે. અમારા નિષ્ણાતો તમારા ઘરના બાંધકામ અને આંતરિક સેટઅપને જુએ છે, અને એ અવલોકનોના આધારે, તેઓ તમારા બેડરૂમમાં કુદરતી ઊર્જાના મુક્ત પ્રવાહને વિક્ષેપિત કરનારા કારણો, જે તમારી ખુશી અને સુખાકારીને અસર કરે છે તેને ઓળખી આપે છે.

અભ્યાસ રૂમ માટે સરળ વાસ્તુ

Vastu for Study Room

મનુષ્યો માટે ઘણી આવશ્યક બાબતોમાંથી એક મુખ્ય બાબત શિક્ષિત થવાની છે. શિક્ષિત ઘણી રીતો દ્વારા થઈ શકાય છે, જેમ કે વાંચવું અથવા શાળાકીય અભ્યાસ કરવો, અવલોકન કરવું અને ઘણાં અન્ય ભૌતિક અને આધ્યાત્મિક મનનથી થાય છે. સામાન્ય રીતે સૌથી વધુ અનુસરવામાં આવતી પદ્ધતિ શાળાકીય અભ્યાસ છે. શાળાકીય અભ્યાસમાં ચિંતન, એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. જો તમારા બાળકો અથવા તમારા ઘરના કોઈ પણ, અભ્યાસ કરી રહ્યા હોય, અને તેઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અક્ષમ હોય કે શિક્ષણમાં પ્રગતિ કરવામાં અસમર્થ હોય, તો તેનું કારણ ઘરમાં, ખાસ કરીને અભ્યાસ ખંડમાં રહેલો ઊર્જા પ્રભાવ હોઈ શકે છે.

સારું શિક્ષણ મેળવવાની ચાવી ફક્ત તમારા ઉપરજ નહિ, પણ તમારી અને તમારા ઘરની આસપાસ રહેલા ઊર્જાના પ્રકાર પર પણ છે. સ્ટડી રૂમ માટે સરળ વાસ્તુ, ઘર અને અભ્યાસ ખંડ માં રહેલા પર્યાવરણીય પરિબળો જે નકારાત્મક ઉર્જા પેદા કરે છે અને તમારા અભ્યાસમાં ચિંતન એન એકાગ્રતા પર અસર કરે છે, તેવા પરિબળો નું નિદાન કરે છે.

પૂજા રૂમ માટે સરળ વાસ્તુ

Vastu for Pooja Room

એ સ્થાન, કે જે તમારા ઘરમાં સૌથી પવિત્ર અને શુદ્ધ છે તે પૂજા ખંડ અથવા પ્રાર્થના ખંડ છે. તે એવું સ્થાન છે જ્યાં મનની શાંતિ અને પરમ સ્થિરતા મળે છે. આ તે જગ્યા છે જ્યાં આપણે ઇચ્છાઓ પૂરી કરવા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તેથી આ શુભ સ્થળની આસપાસ કોઈપણ પ્રકારની નકારાત્મકતા આપણા સુખાકારી, નસીબ, સમૃદ્ધિ અને સફળતા પર અસર કરી શકે છે.

શું તમે તમારા ઉપાયો અને પ્રયત્નોમાં વિલંબ અનુભવો છો, અને તમારી પ્રાર્થનાઓનો જવાબ નથી મળી રહ્યા? તેનું કારણ તમારા પૂજા રૂમને અસર કરતી નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. પૂજા રૂમ માટે સરળ વાસ્તુ, તમારા ઘર અને પૂજા રૂમની આસપાસની નકારાત્મક ઉર્જાઓને અટકાવવા માટે મદદ કરે છે અને સરળ અને સેહલા અમલીકૃત ઉપાયોથી તમારા પૂજા રૂમમાં સકારાત્મક ઉર્જાનો વધારો કરવા મદદ કરે છે.

શૌચાલય અને સ્નાનગૃહ માટે સરળ વાસ્તુ

Vastu for Toilet Bathroom

શૌચાલય અને સ્નાનગૃહ એ જગ્યાઓ છે, જ્યાં આપણે નાહીએ છીએ અને પોતાને શુદ્ધ કરીએ છીએ. આ સ્થાનો, તમારા ઘરના વાતાવરણમાં મહત્તમ પ્રમાણમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે. જો તમારા ઘરમાં શૌચાલય અને સ્નાનગૃહ સારી સ્થિતિમાં નથી હોતા તો તે નકારાત્મક ઊર્જાની રેલમછેલ કરી શકે છે, જે જીવનમાં દુર્ભાગ્ય અને અવરોધોનું કારણ બની શકે છે. તો, શું તમે નાણાકીય કટોકટી અને નુકસાનથી પસાર થઈ રહ્યા છો?

શું તમને માનસિક તાણ છે અને તાજેતરમાં કેટલીક દુર્ઘટનાઓ થી પસાર થયા છો? જો હા, તો તમારા ટોઇલેટ અને બાથરૂમથી નકારાત્મક ઊર્જા તેના માટે જવાબદાર હોઈ શકે છે. શૌચાલય અને બાથરૂમ માટે સરળ વાસ્તુ શૌચાલય અને બાથરૂમનું સ્થાન અને અન્ય દિશાત્મક પરિબળોના કારણે ઉદ્દભવતી નકારાત્મક ઉર્જાનું નિદાન કરવામાં મદદ કરે છે. કોઈપણ ભંગાણ અથવા માળખાકીય પરિવર્તન વિના હકારાત્મક ઊર્જાને વધારવા માટે સરળ અને સેહલા અમલીકૃત ઉપાયો સૂચન કરવામાં આવે છે.

મુખ્ય પ્રવેશદ્વાર માટે સરળ વાસ્તુ

Vastu for Main Door

મુખ્ય દરવાજો ‘માનવ શરીરના મુખ’ જેવો છે, જે શરીરના પોષણ માટે, ખોરાક અને પોષક તત્વોને પ્રવેશવાની પરવાનગી આપે છે. તેથી, જો ઘરનો મુખ્ય દરવાજો સારી સ્થિતિમાં ન હોય તો તે ઘર માલિક અને તેના પરિવાર પર ઘણી સમસ્યાઓ સર્જી શકે છે. જો તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય અથવા નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો તમારું મુખ્ય દ્વાર અથવા પ્રવેશ શુભ દિશામાં નથી.

મુખ્ય દરવાજા માટે સરલ વાસ્તુ, ઘરના દરવાજાના કારણે ઉદ્ભવતી અસંતુલીત ઉર્જા ના લીધે ઘર માલિક જે સમસ્યાઓનો સામનો કરે છે તેનું નિદાન કરે છે. શુભ દિશાઓ જન્મ તારીખની આસપાસના વિવિધ એલ્ગોરિધમ્સના આધારે નિર્ધારિત કરવામાં આવે છે.