તમારા શિક્ષણ ઉપર વાસ્તુ કેવી રીતે પ્રભાવ પાડશે ?

આજની ગળાકાપ હરિફાઈમાં, દરેક માતા-પિતા અથવા વાલીઓ તેમના બાળકની શૈક્ષણિક સંભાવનાઓ અને શ્રેણી બાબતે ખૂબ જ ચિંતિત હોય છે. દરેક વિદ્યાર્થી વધુમાં વધુ ગુણ પ્રાપ્ત કરવા ઇચ્છતો હોય છે કે જેથી તેઓ તેમની સંબંધિત પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકે અથવા પ્રતિષ્ઠિત સ્કૂલોમાં તેમ જ વધુ અભ્યાસ કરવા માટે કૉલેજો અથવા સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકાય. આ ઉંદર-દોડમાં કેટલાંક લોકો ઇચ્છિત પરિણામો મેળવે છે અથવા ઘણાં બધાં સફળ નથી થતાં અને કેટલાંક ખૂબ જ ખરાબ રીતે નાપાસ થાય છે.

આવા નાપાસ થયેલાં વિદ્યાર્થીઓમાં આપઘાત કરવાની વૃત્તિ જાગે છે, હતાશા, અનિંદ્રા જેવી બીમારીઓથી પીડાય છે અને ખૂબ જ અસહાય હોવાની લાગણી અનુભવે છે. શિક્ષણમાં તેમના પોતાના સ્તરે પૂરેપૂરા સફળ થવું તે મહત્ત્વાકાંક્ષા હોય છે અને દરેક વિદ્યાર્થીનું લક્ષ્ય તેમના અભ્યાસ સાથે સંબંધિત હોય છે.

ઘર અને કાર્યસ્થળમાં રહેલી શૈક્ષણિક સમસ્યાઓ

દરેક ઘર અને કાર્યસ્થળમાં એક ‘શૈક્ષણિક સ્થાન’ હોય છે. કેટલીક વાર શૈક્ષણિક સ્થાન ઘર અથવા કાર્યસ્થળમાં નથી હોતું. જો ઘરમાં શૈક્ષણિક સ્થાન હોય પરંતુ તે શૈક્ષણિક સ્થાન ઉપર બાથરૂમ, ટોઈલેટ અને યુટીલિટી રૂમ્સનું નિર્માણ થયેલું હોય છે, જેના લીધે તે શૈક્ષણિક સ્થાન અવરોધાય છે અને આપોઆપ શૈક્ષણિક સમસ્યાઓ ઉદ્‌ભવવાની શરૂ થઈ જાય છે અને બાળકોના અભ્યાસ ઉપર વિપરીત અસર પડે છે.

સરલ વાસ્તુ ઘરના બાળકોને અથવા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મદદરૂપ બની શકે ?

કોઈપણ જાતની તોડફોડ કે સુધારાવધારા કર્યા વગર, ઘર અથવા કાર્યસ્થળની અસરગ્રસ્ત જગ્યા માટે સરલ વાસ્તુ અસરકારક ઉપાયો કરે છે.

વિદ્યાર્થીઓની એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો કરવા માટે સરલ વાસ્તુ ‘અભ્યાસ માટે ઉત્તમ દિશા’ અને ‘સૂવા માટેની ઉત્તમ દિશા’ સૂચવે છે.

૭ ચક્રો સક્રિય બનવાથી મગજની ‘ગ્રહણ શક્તિ’માં પણ વધારો થાય છે. બાળક અથવા બાળકો કોઈપણ જાતની અગવડતા વગર, સંપૂર્ણ એકાગ્રતાથી નિરંતર ૨-૩ કલાક સુધી બેસીને અભ્યાસ કરી શકે છે અને તેમના શિક્ષણના દરેક મહત્ત્વપૂર્ણ ખ્યાલોને યાદ રાખી શકે છે.
આ બધી સમસ્યાઓનો સમાધાન મેળવવા માટે સરળ વાસ્તુ નો સંપર્ક કરો. શિક્ષણ માટે વાસ્તુ તમારી શિક્ષણ સંભંધિત બધી સમસ્યાઓને દૂર કરવા માટે અને તે સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે મદદરૂપ છે.