જીવન સમસ્યા મુક્ત ગ્રામ અભિયાન (જેએસએમજીએ) એ માનવતાની સુખાકારી માટે ગુરુજી દ્વારા કલ્પના કરેલી અને શરૂ કરાયેલી એક વિશાળ પાયે ઉચ્ચ અસરની સામાજિક પહેલ છે. ‘જીવન સમસ્યા મુકત ગ્રામ અભિયાન’ અંતર્ગત, ગુરુજીએ ગામ દત્તક લેવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે, જ્યાં ગામના દરેક ઘરને સરલ વાસ્તુ આપવામાં આવશે.
જેએસએમજીએનો ઉદ્દેશ “માનવ અભિવૃદ્ધિ” છે અને લોકો અને સમુદાયમાં મોટા પ્રમાણમાં સભાનતા વધારવાનો છે. તે ગ્રામજનોના જીવનના વિવિધ તબક્કા શિક્ષણ, કારકિર્દી, સંબંધો, વ્યવસાય, સંપત્તિ અને આરોગ્ય વગેરેની ગુણવત્તામાં સુધારો અને તેમના ઉત્થાનમાં મદદ કરે છે.
ખેડૂતોની આવક બમણી કરવાનું ભારત સરકારનું સ્વપ્ન છે. તેને હાંસલ કરવાની વ્યૂહરચના રૂપે, સરકારે કૃષિના સાધનો પર અને બજાર જોડાણો માટે વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર નાણાકીય ખર્ચ ફાળવ્યો છે. સરકારના તમામ યોગ્ય ઉદ્દેશ છતાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ખેડુતોની આત્મહત્યા અને આર્થિક તંગી વધી રહી છે.