ચક્ર અને વાસ્તુ એ પ્રાચીન ભારતની વિશ્વને એક મહાન ભેટ છે. આ બંને પ્રાચીન વિજ્ઞાન, અંગત અથવા સામૂહિક રીતે, પોતાની જાત અને આજુબાજુ સાથે જીવનમાં સુમેળતા અને શાંતી સુનિશ્ચિત કરે છે. ધ્યાન અને યોગની જેમજ, સંતુલિત ચક્રો વ્યક્તિને જે દરેક અસ્તિત્વને આવરતી બ્રહ્માંડીય શક્તિ સાથે જોડે છે. યોગ અને ધ્યાન ખરેખર તો ચક્ર ઉપચારનાજ ભાગો (7 ચક્ર સંતુલનની કલા) છે. શરીર સાત ચક્ર અથવા સૂક્ષ્મ ઊર્જાના સાત ગુણો ઘરાવે છે. જો આમાંનું એક ચક્ર પણ અસંતુલિત હોય તો પણ તે શરીરના તેમજ મનની સરળ કાર્યક્ષમતાને અસર કરે છે. મન અને શરીરના આરામ અને શાંતિ માટે બધા સાત ચક્ર સંતુલિત કરવાની જરૂર પડે છે.
વાસ્તુ શાસ્ત્ર એક બીજું પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે આસપાસની ઉર્જાને મનુષ્યની તરફેણમાં કામ કરાવવા કામ કરે છે. વાસ્તુશાસ્ત્ર માત્ર ઘર જ નહીં પરંતુ ઓફિસો, શોરૂમ, દુકાનો, ફેક્ટરીઓ, વર્કશોપ્સ વગેરે સહિતના કાર્યસ્થળોની શક્તિઓમાં પણ વધારો કરે છે. આ સ્થાનોને વાસ્તુ સુસંગતતાથી બનાવવાથી તે એ સ્થળ પર હકારાત્મક ઊર્જાના સરળ પ્રવાહને સુનિશ્ચિત કરે છે જે આગળ જતા, કર્મચારીઓને તેમની સંપૂર્ણ સંભવિતતા પર કામ કરવા માટે સમર્થ બનાવે છે. વાસ્તુ શાસ્ત્ર સાત ચક્રોને સંતુલિત કરવા માટે પણ ફાયદાકારક છે. વાસ્તુના સિદ્ધાંતોને અનુસરીને, કોઈ પણ, ધીમે ધીમે ચક્ર સંતુલન પ્રાપ્ત કરી શકે છે. વાસ્તુ શાસ્ત્રના કેટલાક મુખ્ય સિદ્ધાંતો નીચે મુજબ છે જે ચક્ર સંતુલન તરફ દોરે છે:
- સૂતી વખતે તમારા મુખને તમારી બીજી અનુકૂળ દિશામાં રાખો, કારણ કે તે તમામ સાત ચક્રોને સક્રિય કરશે અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓને સુધારવામાં મદદ કરશે. દરેક મનુષ્યને ચાર અનુકૂળ અને ચાર પ્રતિકુળ દિશાઓ હોય છે, જે તેમની જન્મ કુંડળી અને જન્મ તારીખના આધારે નક્કી કરવામાં આવે છે. વ્યક્તિની આ દિશાઓ માત્ર એક વાસ્તુ વિજ્ઞાનમાં નિષ્ણાતજ નિર્ધારિત કરી શકે છે.
- 7 ચક્રને સક્રિય કરવા અને કાર્યમાં કાર્યક્ષમતા વધારવા માટે, કાર્યસ્થળે પ્રથમ અનુકૂળ દિશા અનુસરો. જે વધુ સારી નિર્ણયશક્તિ, રચનાત્મકતા અને કાર્યદક્ષતા તરફ દોરી જાય છે જે આગળ જતા કારકિર્દીના વિકાસમાં અથવા વ્યવસાયિક વૃદ્ધિમા પરિણમે છે. જોકે, એ વાતની ખાતરી કરો કે ઑફિસ બિલ્ડિંગમાં તેમ બીમ હેઠળ બેઠા નથી.
- યોગ્ય રીતે સૂવું એ ચક્ર ઉપચારનો એક આવશ્યક ભાગ છે. આથી સાત ચક્રોને ચાર્જ કરવા માટે તમારી અનુકૂળ દિશામાં સુવો. જો કે સુતી વખતે ખાતરી કરો કે તમારી સુવાની જગ્યા ઍપાર્ટમેન્ટના બીમ હેઠળ નથી (બીમ ઘણી બધી નકારાત્મક ઊર્જા ધરાવે છે).
- રંગ ચિકિત્સા (કલર થેરેપી) ચક્રોનો સંતુલિત કરવાનો એક ભાગ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, વ્યક્તિએ કોઈ મહત્વપૂર્ણ પ્રસંગોએ તેના અનુકૂળ રંગો પહેરવા જોઈએ.
- ચક્રો મનમોહક સુગંધ દ્વારા સંતુલિત થાય છે અને વાસ્તુ આ વિચાર સાથે સંમત થાય છે. સકારાત્મક ઉર્જા લાવવા અને ચક્રોને સક્રિય કરવા માટે અગરબત્તી વડે ધૂપ કરવું અથવા અન્ય કુદરતી સુગંધિત પદાર્થોનું ઘર માં સ્થાન હોવું શ્રેષ્ઠ ગણવાંમાં આવે છે.
- વાસ્તુને નિવાસસ્થાન શણગારવાની વૈજ્ઞાનિક રીત તરીકે પણ ગણવામાં આવે છે. જૂના ફૂલોને નવા ફૂલો સાથે બદલી કરવા જેવી સરળ બાબત પણ આસપાસનામાં વાતાવરણમાં ઘણો મોટો તફાવત લાવે છે. તાજા ફૂલોને નિહાળવા અને સુગંધ લેવાથી પણ ચક્રો સંતુલિત થાય છે.
- શક્તિયુક્ત યંત્ર અને ક્રિસ્ટલ્સ સહિત વાસ્તુ વસ્તુઓ ને યોગ્ય દિશાઓમાં સ્થાપિત કરી હકારાત્મકતાને આકર્ષિત અને ચક્રો ને સંતુલિત કરી શકાય છે.
સાત ચક્રોને સક્રિય કરવા માટે વાસ્તુશાસ્ત્ર ના આ કેટલાક સરળ સૂચનો છે. વાસ્તુશાસ્ત્ર દ્વારા ચક્ર સક્રિયકરણ વિશે વધુ જાણવા માટે, સરળ વાસ્તુ નિષ્ણાંત, વાસ્તુશાસ્ત્રનો સિદ્ધ વિક્રમ (પ્રુવન રેકોર્ડ) ધરાવતા સફળ સલાહકાર સાથે સંપર્ક કરો.