31 ડિસેમ્બર, 2016 ની રાત્રે 12 વાગ્યાના ટકોરે જોમ અને ઉત્સાહ સાથે 2017 ના વર્ષને આવકારવાનો સમય આવી જાય છે. દરેક નવું વર્ષ, દરેક નવા દિવસની જેમ, એક આશા અને એક પડકાર લઇ આવે છે જેમાંથી દરેકને સફળતાપૂર્વક પર ઉતરી સુખી થવું હોય છે. 1 જાન્યુઆરીએ દરેક મિત્રો અને કુટુંબીઓને નવ વર્ષની શુભકામના પાઠવે છે. અને આ સાથે દરેક વ્યક્તિ નવા વર્ષમાં કંઈક સંકલ્પ પણ કરે છે. ઘણા લોકો નવા વર્ષને ખરાબ આદત બદલવાની, ઉદ્દેશ સ્થાપવાની અને નવીન શરૂઆત કરવાની એક તક તરીકે જુએ છે.
જોકે અન્ય સર્વેક્ષણો અનુસાર, જાન્યુઆરીના અંત સુધીમાં 70% સંકલ્પ તૂટી જતા હોય છે અને જીવનની ફરી એ જ ઘટમાળ ચાલુ થઈ જાય છે. એકાગ્રતા અને ઇચ્છાશક્તિની કમીને કારણે આમ થતું હોય છે. વાસ્તુને નવા વર્ષના સંકલ્પ તરીકે અપનાવવાનું આ એક મુખ્ય કારણ છે. વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતોનો અમલ કરીને લોકો સ્વયંની અંદર આત્મવિશ્વાસ અને પ્રેરણા જન્માવી શકે છે. તે તેમની અંદર હકારાત્મકતા જન્માવે છે અને હતાશ કે નિરાશ થયા વિના પડકારોનો સામનો કરવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. બધા જાણે છે કે જીવનહંમેશા સરળ નથી રહેતું, તેમાં ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે. જોકે તમારી આસપાસ હકારત્મક ઊર્જા હશે તો તે તમને મુશ્કેલીના સમયે માર્ગદર્શન પૂરું પાડશે. આ કારણે તમારે 2017 માં વાસ્તુને અનુસરવું જોઈએ.
વાસ્તુ અને ખાસ કરીને સરલ વાસ્તુના સિદ્ધાંત અપનાવવાનું બીજું કારણ શરીરના મુખ્ય સાત ચક્ર સક્રિય કરવાનું છે. પ્રાચીન ભારતીય વિજ્ઞાન અનુસાર, માનવ શરીરના બધા જ સાત ચક્ર સંતુલિત અથવા સક્રિય હોય ત્યારે વ્યક્તિ આરોગ્ય, શરીર, સંવેદના અને અધ્યાત્મના સર્વોત્તમ સ્તરે હશે. સરલ વાસ્તુ દિશાના વિજ્ઞાન પર લક્ષ્ય કેન્દ્રિત કરે છે અને આ ચક્રને સક્રિય અથવા પુનઃચેતનવંતા બનાવે છે. ચક્ર સક્રિય હોય ત્યારે, વ્યક્તિને એકગ્રતા ગુમાવ્યા વિના પડકારોનો સામનો કરવાની ઊર્જા અને આભા મળી રહે છે.
તમારા નવા વર્ષના સંકલ્પ પૂરા કરવા માટે તમે આવા કેટલાક સિદ્ધાંત અપનાવી શકો. 2017 માં વાસ્તુ અપનાવવા વિષે વધુ જાણવા માટે સરલ વાસ્તુના વિશેષજ્ઞોનો સંપર્ક કરો.
“નવું વર્ષ આપણી સામે કોઈ પુસ્તકમાં લખાવાની રાહ જોઈ રહેલા પ્રકરણની જેમ ઊભું છે. આપણે એ વાત ઉદ્દેશ નક્કી કરીને માંડી શકીએ.”
ઈશ્વર તમને 2017 ના તમારા લક્ષ્યાંક આંબવાની શક્તિ અને ધીરજ આપે તેવી પ્રાર્થના! તમારું નવું વર્ષ અદભુત નીવડો!
* We will call you via video for Free Vastu Prediction .