સરલ વાસ્તુ સાથે તમારા નવા વર્ષના સંકલ્પ કઈ રીતે પૂરા કરવા?

“નવા વર્ષનો બધો જ ઉત્સાહ શમી ગયા બાદ પણ નવા વર્ષે કરેલ સંકલ્પને જાળવી રાખવાની ક્ષમતા એટલે ચારિત્ર્ય.”

31 ડિસેમ્બર, 2016 ની રાત્રે 12 વાગ્યાના ટકોરે જોમ અને ઉત્સાહ સાથે 2017 ના વર્ષને આવકારવાનો સમય આવી જાય છે. દરેક નવું વર્ષ, દરેક નવા દિવસની જેમ, એક આશા અને એક પડકાર લઇ આવે છે જેમાંથી દરેકને સફળતાપૂર્વક પર ઉતરી સુખી થવું હોય છે. 1 જાન્યુઆરીએ દરેક મિત્રો અને કુટુંબીઓને નવ વર્ષની શુભકામના પાઠવે છે. અને આ સાથે દરેક વ્યક્તિ નવા વર્ષમાં કંઈક સંકલ્પ પણ કરે છે. ઘણા લોકો નવા વર્ષને ખરાબ આદત બદલવાની, ઉદ્દેશ સ્થાપવાની અને નવીન શરૂઆત કરવાની એક તક તરીકે જુએ છે.

બધા જ મહત્ત્વના સર્વેક્ષણ અનુસાર લોકો નીચે મુજબના પાંચ મહત્ત્વના સંકલ્પ કરતા હોય છે:

  • આરોગ્ય અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું (નિકોટીનવાળા પદાર્થ અને માદક પીણાંનો ત્યાગ, જિમમાં જોડાવું, કસરત કરવી, વજન ઘટાડવું, ધ્યાન કરવું, વગેરે).
  • નાણાકીય રીતે વધુ જવાબદાર બનવું.
  • નવી નોકરી શોધવી અથવા નાળની નોકરી કે અભ્યાસમાં વધુ સારો દેખાવ કરવો (પરીક્ષા પાસ કરવી અથવા કોઈ વ્યાવસાયિક પ્રમાણપત્ર મેળવવા અથવા નોકરીમાં બઢતી મેળવવી).
  • કુટુંબ અને મિત્રો સાથે વધુ સારા સંબંધ કેળવવા.
  • કોઈ એક નવો શોખ કેળવવો.

જોકે અન્ય સર્વેક્ષણો અનુસાર, જાન્યુઆરીના અંત સુધીમાં 70% સંકલ્પ તૂટી જતા હોય છે અને જીવનની ફરી એ જ ઘટમાળ ચાલુ થઈ જાય છે. એકાગ્રતા અને ઇચ્છાશક્તિની કમીને કારણે આમ થતું હોય છે. વાસ્તુને નવા વર્ષના સંકલ્પ તરીકે અપનાવવાનું આ એક મુખ્ય કારણ છે. વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતોનો અમલ કરીને લોકો સ્વયંની અંદર આત્મવિશ્વાસ અને પ્રેરણા જન્માવી શકે છે. તે તેમની અંદર હકારાત્મકતા જન્માવે છે અને હતાશ કે નિરાશ થયા વિના પડકારોનો સામનો કરવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. બધા જાણે છે કે જીવનહંમેશા સરળ નથી રહેતું, તેમાં ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે. જોકે તમારી આસપાસ હકારત્મક ઊર્જા હશે તો તે તમને મુશ્કેલીના સમયે માર્ગદર્શન પૂરું પાડશે. આ કારણે તમારે 2017 માં વાસ્તુને અનુસરવું જોઈએ.

વાસ્તુ અને ખાસ કરીને સરલ વાસ્તુના સિદ્ધાંત અપનાવવાનું બીજું કારણ શરીરના મુખ્ય સાત ચક્ર સક્રિય કરવાનું છે. પ્રાચીન ભારતીય વિજ્ઞાન અનુસાર, માનવ શરીરના બધા જ સાત ચક્ર સંતુલિત અથવા સક્રિય હોય ત્યારે વ્યક્તિ આરોગ્ય, શરીર, સંવેદના અને અધ્યાત્મના સર્વોત્તમ સ્તરે હશે. સરલ વાસ્તુ દિશાના વિજ્ઞાન પર લક્ષ્ય કેન્દ્રિત કરે છે અને આ ચક્રને સક્રિય અથવા પુનઃચેતનવંતા બનાવે છે. ચક્ર સક્રિય હોય ત્યારે, વ્યક્તિને એકગ્રતા ગુમાવ્યા વિના પડકારોનો સામનો કરવાની ઊર્જા અને આભા મળી રહે છે.

સરલ વાસ્તુ માને છે કે, પરિવર્તન ઘરથી જ આવે અને તેને શક્ય તેટલા સરળ માર્ગે અમલમાં મૂકવું જોઈએ. 2017 માં શાંત અને સફળ જીવન જીવવા માટે ઘરમાં અમલમાં મૂકવાની કેટલીક સરલ વાસ્તુ રીત આપી છે:
  • હંમેશા ઘર ચોખ્ખું રાખો અને બારીઓ તેમજ ટેબલ પર જમા થયેલી રજ સાફ કરી લો. ઘરને અવ્યવસ્થિત ન રહેવા દો.
  • ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર સ્વચ્છ અને સુઘડ રાખો. આ વિસ્તારમાંથી જ મોટા ભાગની હકારાત્મક ઊર્જા પ્રવેશે છે.
  • સૂતી વખતે તમારું માથું તમારી બીજી અનુકૂળ દિશામાં રાખો. તેનાથી સાત ચક્ર સક્રિય થશે અને આરોગ્ય સંબંધી તકલીફોમાં સુધારો થશે.
  • જીવનના દરેક ક્ષેત્રમાં હકારાત્મક પરિણામ મેળવવા માટે તમારા અનુકૂળ રંગના કપડા પહેરો.
  • સાત ચક્ર સક્રિય કરવા માટે તેમજ કાર્ય સ્થળે કાર્યક્ષમતા અપનાવવા માટે ઓફિસમાં તમારી પ્રથમ અનુકૂળ દિશા તરફ મોં રાખી બેસો.

તમારા નવા વર્ષના સંકલ્પ પૂરા કરવા માટે તમે આવા કેટલાક સિદ્ધાંત અપનાવી શકો. 2017 માં વાસ્તુ અપનાવવા વિષે વધુ જાણવા માટે સરલ વાસ્તુના વિશેષજ્ઞોનો સંપર્ક કરો.

“નવું વર્ષ આપણી સામે કોઈ પુસ્તકમાં લખાવાની રાહ જોઈ રહેલા પ્રકરણની જેમ ઊભું છે. આપણે એ વાત ઉદ્દેશ નક્કી કરીને માંડી શકીએ.”

ઈશ્વર તમને 2017 ના તમારા લક્ષ્યાંક આંબવાની શક્તિ અને ધીરજ આપે તેવી પ્રાર્થના! તમારું નવું વર્ષ અદભુત નીવડો!

Vastu Solution
Book your Appointment
Name is required.
Name should contain only letters(A-Z).
Email is required
Invalid email address.
Mobile number is required.
Mobile Number (Format: 9875463211) should be 10 digit long and must start with 9 or 8 or 7 or 6.
State is required.
Problem is required.

* We will call you via video for Free Vastu Prediction .

Free Vastu Prediction

It’s a service provided by “Guruji” for the betterment of mankind.

Steps for Free Prediction

  • Select your preferred date and time
  • Our team will call you via Video at your preferred time.
  • We will create & analyse your house plan
  • Based on your house plan, we will tell you the actual cause of your problem for FREE!