ઘર એક સ્થાન છે, જ્યાં વ્યક્તિ આરામ કરે છે, અને પોતાના પરિવાર અને મિત્રો સાથે હળવાશ નો સમય પસાર કરે છે. ઘર એક એવું સ્થાન છે જ્યાં આપણે આપણા નજીકના અને પ્રિય લોકો સાથે ઘણી યાદો અને ભાવનાત્મક પળોને પ્રેમથી માણીએ છીએ. તેથી ઘર એ હૃદયની નજીકનું સ્થાન છે. જો તમારાં ઘરનું વાતાવરણ સુવ્યવસ્થિત અને આરામદાયક નઈ હોય, તો એ બાબત તમારા સંપૂર્ણ સુખાકારી, સુખ, સમૃદ્ધિ અને આરોગ્યને અસર કરી શકે છે. તો, શું તમે કામથી ઘરે પાછા આવ્યાં પછી આરામ અને તાજગી અનુભવો છો? શું તમારે તમારા પરિવારના સભ્યો સાથે સારું બને છે? શું તમે સારા સ્વાસ્થ્યનો આનંદ માણી રહ્યાં છો અને રાત્રે તમને સારી ઊંઘ આવે છે?
જો એવું નથી, તો તમારા ઘરને હકારાત્મક તરંગો અને ઊર્જા (વાઈબ્સ અને એનર્જી) થી સમૃદ્ધ કરવાની જરૂર છે. સરળ વાસ્તુ તમારા ઘરમાં સમૃદ્ધિ અને સુખને આકર્ષિત કરે એવું વાતાવરણ ઊભું કરવામાં મદદ કરે છે. વાસ્તુ ફોર હોમ દરેક ને તેમની જન્મ તારીખની આસપાસ રહેલા અલ્ગોરિધમ ના આધારે વ્યક્તિગત સોલ્યૂશન આપે છે, જેમાં, ઘરમાં કોઈપણ જાતના માળખાકીય પરિવર્તન અથવા ભંગાણ કરવાનું સૂચવવામાં આવતું નથી.







