માનવ અભિવૃદ્ધિ અભિયાન: ગુરુજીએ તેમના 50 લાખ અનુયાયીઓને અનોખો “સુખનો માર્ગ” બતાવીને તેમના જીવનના દરેક તબક્કામાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન, વેપાર, સંપતિથી લઈને સ્વાસ્થયમાં પરિવર્તન આણ્યું છે.
વિશાળ પાયે ગામ દત્તક લેવાનો કાર્યક્રમ: આ કાર્યક્રમનો ઉદ્દેશ ગ્રામીણ સમુદાયનું ઉત્થાન અને માનવ અભિવૃદ્ધિ (ગોડચી, બેલાગવી જિલ્લો, કર્ણાટકમાં અપનાવેલું પહેલું ગામ) પ્રાપ્ત કરવાનું છે. ગુરુજીના મતે, જો આપણો સમાજ અભિવૃદ્ધિ માટે સક્ષમ બને, તો જ આપણે માનવ અભિવૃદ્ધિનો લાભ લઈ શકીશું.
ગ્રામીણ વિસ્તારોમાં વંચિતો માટે શાળા: એક અનોખું વાતાવરણ પૂરું પાડતી એક શાળા શરૂ કરી, જ્યાં શિક્ષણનો હેતુ માનસિક, સામાજિક, શારીરિક અને ભાવનાત્મક રીતે બાળકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.
ભારતની પહેલી અગ્રેસર પ્રાદેશિક ઇન્ફોટેનમેન્ટ ચેનલ: માહિતીપ્રદ અને સકારાત્મક વિષયવસ્તુના પ્રોગ્રામિંગ દ્વારા લોકોને ભારતભરમાં કલા, સંસ્કૃતિ, પરંપરા પર શિક્ષિત કરવાનું છે.
પ્રગતિશીલ ખેડુતોને એવોર્ડ: પ્રગતિશીલ ખેડુતોને ઓળખવા અને સન્માનિત કરવા માટે એક એવોર્ડ કાર્યક્રમની શરૂઆત કરી
સમુહિક વિવાહ: ઉદ્દેશ્ય એ છે કે ઓછા વિશેષાધિકૃત યુગલોના સમૂહ લગ્ન કરવા જેથી તેઓ સન્માન સાથે લગ્ન કરી શકે અને સુખી જીવન જીવી શકે.