સુખનો માર્ગ

ગુરુજી એક દિવ્ય આત્મા છે અને ફક્ત તેમની સાથે જોડાવા માત્રથી, તમે તમારા “સુખના માર્ગ” પર આગળ વધી શકો છો. દરેક વ્યક્તિની જીવન યાત્રા નોખી હોય છે અને અવરોધો વ્યક્તિના જીવનનો ભાગ હોય છે. ગુરુજીએ લાખો લોકોને સુખી જીવન જીવવા માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

50 લાખથી વધુ અનુયાયીઓએ 9 – 180 દિવસની અંદર તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કર્યો છે. ગુરુજી દ્વારા તમારા ખુશીના અનન્ય માર્ગ વિશે માર્ગદર્શન મેળવો.

યુવાન ગુરુજી

ડો. શ્રી ચંદ્રશેખર ગુરુજી, નો જન્મ કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં સ્વ. વિરુપક્ષપ્પા અને શ્રીમતી. નીલમ્મા આંગડીને ત્યાં થયો હતો. નાનપણથી જ તેઓ રાષ્ટ્ર માટે કંઈક કરવા પ્રેરિત હતા અને પોતાનું જીવન મૂલ્યવાન બનાવવા માંગતા હતા.

16 વર્ષની વયે શ્રી ડો. ચંદ્રશેખર ગુરુજી ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા હતા અને રાષ્ટ્ર માટે તેમનું જીવન સમર્પિત કરવા માંગતા હતા. પરંતુ, જરૂરી માપદંડ ન પૂરા થતાં તેઓની પસંદગી થઈ શકી નહીં. પરંતુ સમગ્ર માનવતાને અસર કરતા મોટા ધ્યેય માટે કામ કરવાનું તેમની કિસ્મતમાં હતું. સિવિલ એન્જિનિયરિંગ સ્નાતક પૂર્ણ કર્યા પછી, તેઓ વર્ષ 1989 માં મુંબઈ આવ્યા.

સફળ ઉદ્યોગપતિ

એક બાંધકામ કંપનીમાં થોડા વર્ષો સુધી કામ કર્યા પછી, ગુરુજીએ પોતાની કંપની શરૂ કરી.
તેમણે 1999 ની શરૂઆતસુધી સફળ બાંધકામનો વ્યવસાય નૈતિકરીતે ચલાવવા છતાં તેમને પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. તેઓ વિચારતા કે મે જીવનમાં કોઇની સાથે છેતરપિંડી કરી નથી ત્યારે મારી સાથે શા માટે છેતરપિંડી થઈ?

ગુરુજીની દિવ્ય જાગૃતિ

ગુરુજી નાનપણથી જ લોકોને પડકારોથી ઘેરાયેલા જોતાં અને જિજ્ઞાસા થતી. એક વખત તે મુંબઇની ટાટા મેમોરિયલ હોસ્પિટલની મુલાકાતે ગયા અને ત્યાં કેન્સરથી પીડાતા બાળકોને જોઈને તેઓ ઘણા વિચલિત થયા હતા. તેણે વિચાર્યું કે જો આ બાળકોને આટલું દુખ સહન કરવાનું હતું, તો પછી તેઓને આ દુનિયામાં શા માટે લાવવામાં આવ્યા.

તે જ સમયે તેને તેના વ્યવસાયમાં પડકારોનો સામનો કરવો પડ્યો. આ સમયગાળા દરમિયાન તેને હોકાયંત્ર અને ઘરના નકશાના વારંવાર સપના આવવાનું શરૂ થયું. તેને આશ્ચર્ય થયું કે શા માટે તેને વારંવાર આ સપના આવે છે. વર્ષ 2000 માં તેમને એક દૈવી જાગૃતિ પ્રાપ્ત થઈ જેણે તેમને જવાબ આપ્યો હતો કે જીવનમાં પડકારોનું મૂળ કારણ આપણી અને આપણી આસપાસના વૈશ્વિક ઉર્જાના અસંતુલન અને અશુદ્ધતાને કારણે છે. આપણે તેના માટે બીજા કોઈ પર દોષ ન મૂકવો જોઈએ.

માનવતાવાદી

માનવ અભિવૃદ્ધિ અભિયાન: ગુરુજીએ તેમના 50 લાખ અનુયાયીઓને અનોખો “સુખનો માર્ગ” બતાવીને તેમના જીવનના દરેક તબક્કામાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન, વેપાર, સંપતિથી લઈને સ્વાસ્થયમાં પરિવર્તન આણ્યું છે.

વિશાળ પાયે ગામ દત્તક લેવાનો કાર્યક્રમ: આ કાર્યક્રમનો ઉદ્દેશ ગ્રામીણ સમુદાયનું ઉત્થાન અને માનવ અભિવૃદ્ધિ (ગોડચી, બેલાગવી જિલ્લો, કર્ણાટકમાં અપનાવેલું પહેલું ગામ) પ્રાપ્ત કરવાનું છે. ગુરુજીના મતે, જો આપણો સમાજ અભિવૃદ્ધિ માટે સક્ષમ બને, તો જ આપણે માનવ અભિવૃદ્ધિનો લાભ લઈ શકીશું.

ગ્રામીણ વિસ્તારોમાં વંચિતો માટે શાળા: એક અનોખું વાતાવરણ પૂરું પાડતી એક શાળા શરૂ કરી, જ્યાં શિક્ષણનો હેતુ માનસિક, સામાજિક, શારીરિક અને ભાવનાત્મક રીતે બાળકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.

ભારતની પહેલી અગ્રેસર પ્રાદેશિક ઇન્ફોટેનમેન્ટ ચેનલ: માહિતીપ્રદ અને સકારાત્મક વિષયવસ્તુના પ્રોગ્રામિંગ દ્વારા લોકોને ભારતભરમાં કલા, સંસ્કૃતિ, પરંપરા પર શિક્ષિત કરવાનું છે.

પ્રગતિશીલ ખેડુતોને એવોર્ડ: પ્રગતિશીલ ખેડુતોને ઓળખવા અને સન્માનિત કરવા માટે એક એવોર્ડ કાર્યક્રમની શરૂઆત કરી

સમુહિક વિવાહ: ઉદ્દેશ્ય એ છે કે ઓછા વિશેષાધિકૃત યુગલોના સમૂહ લગ્ન કરવા જેથી તેઓ સન્માન સાથે લગ્ન કરી શકે અને સુખી જીવન જીવી શકે.

તત્વજ્ઞાન

ડો. શ્રી ચંદ્રશેખર ગુરુજી હંમેશાં વસુધૈવ કુટુંબકમની ફિલસૂફીમાં વિશ્વાસ કરે છે, જેનો અર્થ છે કે આખું બ્રહ્માંડ એક પરિવાર છે.

તેઓ દ્રઢપણે માને છે કે મોટા ભાગની વ્યક્તિઓ પોતાનું જીવન ફક્ત ‘હું અને મારા કુટુંબ’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બહુ થોડા લોકો ‘હું, મારૂ કુટુંબ અને મારા સમાજ’ પર ખર્ચ કરે છે અને મૂઠિભર લોકો ‘હું, મારા કુટુંબ, મારા સમાજ અને મારા રાષ્ટ્ર’ પર માત્ર થોડા જ ખર્ચ કરે છે. ડો. શ્રી. ચંદ્રશેખર ગુરુજીના મત પ્રમાણે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું ‘હું, મારું કુટુંબ અને મારા સમાજ’ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તે તેમના જીવનમાં અંતિમ સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.