સંપત્તિ માટે વાસ્તુ ટિપ્સ
માનવીની સમગ્ર સુખાકારી માટે કોઈ બાંધકામ અને તેની આસપાસના વાતાવરણની હકારાત્મક ઊર્જાનો ઉપયોગ કરતું વિજ્ઞાન એટલે વાસ્તુ. અને વાસ્તુનો અમલ કરવા માટે વ્યક્તિના પોતાના ઘર જેટલી યોગ્ય જગ્યા બીજી કોઈ નથી. ઘરમાં રહેતા લોકો ઉપરાંત, વાસ્તુ મકાનને પણ અસર કરી તેને ઘર બનાવવામાં મદદ કરે છે. ઘર આપણા વ્યક્તિત્ત્વનો આયનો છે, વળી અહીં જ આપણે સ્વયંને ખોળી શકીએ અને આથી દરેક ઘરમાં ઘર માટેના વાસ્તુનું પાલન થવું જોઈએ. ઘર માટેની સરળ વાસ્તુ ટિપ્સ જાણ્યા પછી તમને ખ્યાલ આવશે કે વાસ્તુ એક સૂક્ષ્મ વિજ્ઞાન છે અને તમારા ધર્મ, જાતિ અથવા માન્યતા સાથે તેને કોઈ સંબંધ નથી. જોકે, વ્યાખ્યા અનુસાર ઘર એક એવી જગ્યા છે જ્યા દેવો અને માનવીઓ વસવાટ કરે છે અને આ જગ્યા બંનેને અનુકૂળ થઈ પડે તે રીતે બનાવવી એ જ સુખ અને સમૃદ્ધિની સાચી કળા છે.