vastu-for-relationship

તમારા સંબંધ ઉપર વાસ્તુ કેવી રીતે અસર કરશે ?

સરલ વાસ્તુ દ્વારા પ્રદાન કરવામાં આવેલ સંબંધ માટે વાસ્તુ એ એક અજોડ અને વૈજ્ઞાનિક વાસ્તુ ઉપાય છે, જેની શોધડૉ. શ્રી ચંદ્રશેખર ગુરુજી. દ્વારા કેટલાંય વર્ષોનાં સંશોધન દ્વારા કરવામાં આવી છે. પરિવારના સભ્યો, ઓફિસના સહકર્મીઓ અથવા વ્યાપારિક ભાગીદારો સાથેના સંબંધો એ તેમના ઘર, ઓફિસ અને બિઝનેસના પ્રાથમિક વિસ્તારો અને રહેવાના તથા કામ કરવાના વિસ્તારોમાં વહેતાં ઊર્જાના પ્રવાહ દ્વારા અસર પામતાં હોય છે. આપણા પરંપરાગત પારિવારિક માળખામાં સંબંધોનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે, તેમ છતાં સંબંધો, પતિ-પત્ની, ભાઈ-બહેનના સ્વભાવ, કાકા-કાકી, ગાઢ મિત્રોની સાથે સાથે તથા પડોસીઓ પણ સંબંધો નિભાવવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણી સંસ્કૃતિમાં પતિ અને પત્નીના સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે પરંતુ આજના સમયમાં આપણે જોઈએ છીએ કે પતિ-પત્નીના સંબંધોમાં તથા બાળકો સાથેના સંબંધો બગડવાના અગણિત કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. જેના કારણે તલાક પણ થવા પામે છે. જેને કારણે સમાજમાં મોટા પાયે સામાજિક ઉથલપાથલ અને અશાંતિ સર્જાય છે.

સંબંધોની સમસ્યાઓ માટે વાસ્તુનું મહત્ત્વ

દરેક ઘર અને કાર્યસ્થળ એક ‘સંબંધ સ્થાન’ ધરાવે છે. કેટલીક વખત સંબંધ સ્થાન ઘર અથવા કાર્યસ્થળમાં ન હોય તેવું બની શકે. જો ઘરમાં ‘સંબંધ સ્થાન’ હોય પરંતુ તેના સ્થાને બાથરૂમ, ટોઈલેટ અને યુટિલિટી રૂમ્સ બનાવેલા હોય તો સંબંધ સ્થાન અવરોધાય છે. આમ, ઘરના સભ્યોના સંબંધો આપોઆપ વણસવાના શરૂ થઈ જાય છે.

દરેક ઘર અને કાર્યસ્થળ એક સંબંધ સ્થાન ધરાવે છે. ઉપર વર્ણવ્યું તે મુજબ સંબંધ સ્થાનની જગ્યાએ ટોઈલેટ અથવા બાથરૂમ કે યુટિલિટી રૂમ્સ આવેલા હોય તો સંબંધ સ્થાન અવરોધાવાને કારણે સંબંધોમાં સમસ્યાઓ ઉદ્‌ભવી શકે.
જો રસોઈઘર એ વિપરિત (અશુભ) દિશામાં આવેલું હોય તો પણ પરિવારના સભ્યો વચ્ચેના સંબંધ ઉપર વિપરીત અસર પડે છે.
જો ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાં કોઈ પણ દેવી કે દેવતાની આક્રામક છવિ દિવાલ ઉપર લગાવેલી હોય અથવા મુકવામાં આવેલી હોય ત્યારે તે ઘરના સભ્યોની વચ્ચે વર્ણવી ન શકાય તેવા ઝઘડાઓ, આક્રામક વર્તન નોતરે છે.

વણસી ગયેલ કે તૂટી ગયેલા સંબંધોના કિસ્સામાં સરલ વાસ્તુ મદદરૂપ બને છે

કોઈપણ જાતની તોડફોડ કે સુધારાવધારા કર્યા વગર ઘરમાં કે કાર્યસ્થળમાં સરલ વાસ્તુ, વણસી ગયેલાં કે તૂટી ગયેલા સંબંધો માટે ઉપાયો સૂચવે છે.

પરિવારના સભ્યો વચ્ચે ભાવનાત્મક લાગણીમાં વધારો કરવા માટે સરલ વાસ્તુ, ‘સંબંધની ઉત્તમ દિશા’ અને ‘સૂવાની ઉત્તમ દિશા’ સૂચવે છે. પરિવારની ભાવનાત્મક લાગણીમાં પણ વધારો થાય છે, જેને કારણે સાત ચક્રો સક્રિય બને છે.

પરિવારમાં સકારાત્મક સંબંધના કંપનોમાં વૃદ્ધિ કરવા માટે સરલ વાસ્તુ દિવાલો ઉપર સકારાત્મક છવિઓ અને ચિત્રો લગાવવાનું સૂચન કરે છે.