તમારી સર્જનાત્મકતા ઉપર વાસ્તુ કેવી રીતે અસર પાડી શકે ?

કેટલાંક લોકો ખૂબ જ સર્જનાત્મક બુદ્ધિ ધરાવતાં હોય છે અને મોટી માત્રામાં રકમનું રોકાણ કરીને તેમના ધંધાની શરૂઆતમાં તેમની સર્જનાત્મક્તા અને નવીનીકરણોની કવાયત હાથ ધરે છે, આમ, ખૂબ જ જોખમી પગલાં ભરીને અતિશય નાણાંકીય નુકસાનનો ભોગ બનતા હોય છે. ટૂંકમાં વાતની યથાર્થતા એ છે કે જો વ્યક્તિ, ઘર કે કાર્યસ્થળના આવા ને આવા વાતાવરણમાં રહે ત્યારે આ જ પ્રકારની સમસ્યાઓ તેમની તથા તેમના પરિવારના અન્ય સભ્યો ઉપર પણ આવ્યા જ કરે છે.

સર્જનાત્મકતા માટે વાસ્તુનું મહત્ત્વ

ઉત્સાહ-ઉમળકો અને પ્રોત્સાહનની ઊણપ તથા માનસિક વ્યથા અને આળસ મુખ્ય કારણો છે, જે આપણા આત્માની ભીતર સ્વ-પ્રેરિત તકોના સર્જનના માર્ગમાં અવરોધરૂપ બની રહેશે. અન્ય સંભવિત કારણો નીચે જણાવ્યા છે, જે સર્જનાત્મક્તા અવરોધે છે અને પ્રોત્સાહનમાં ઘટાડો કરે છે.
દરેક ઘર અથવા કાર્યસ્થળ, એક સર્જનાત્મક સ્થાન ધરાવે છે. જ્યારે સર્જનાત્મક સ્થાનને અસર પહોંચે છે ત્યારે આત્મવિશ્વાસ અને પ્રેરણાત્મક સ્તરની સમસ્યાઓ આપોઆપ ઉભી થાય છે. જો ઘર અથવા કાર્યસ્થળનો મુખ્ય દરવાજો કે પ્રવેશદ્વાર પ્રતિકૂળ (અશુભ) દિશાએ આવેલો હોય ત્યારે વ્યક્તિમાં આળસની વૃત્તિ, ટાળવાની વૃત્તિ જાગે છે અથવા નિર્ધારિત કરેલાં લક્ષ્યાંકો વારંવાર રદ કરે છે.

સર્જનાત્મક્તામાં સરલ વાસ્તુ કેવી રીતે મદદરૂપ બની શકે ?

સરલ વાસ્તુ, ‘ઉત્તમ સર્જનાત્મક દિશા’ સૂચવે છે, જે નવા પ્રેરણાત્મક અને સર્જનાત્મક માર્ગોના સુધારવાની તકોને સકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. નોકરી પ્રાપ્ત કરવા માટે તે આપણી સર્જનાત્મક્તામાં પણ સુધારણા લાવે છે.
સરલ વાસ્તુ, આપણા માટે સમૃદ્ધ અને પરિપૂર્ણ કારકિર્દી માર્ગ બનાવવા માટે આપણા નિર્મિત ઘર કે કાર્યસ્થળમાં નિર્માણ સંબંધિત કોઈ પણ જાતની તોડફોડ કે સુધારાવધારા કર્યા વગર સકારાત્મક ઊર્જા સંચારિત કરે છે અને નકારાત્મક ઊર્જા ઘટાડે છે અને આમ સરલ ઉપચારો પ્રદાન કરે છે.