ડૉ. ચંદ્રશેખર ગુરુજી

લાખ્ખો લોકો માટેના સંસ્થાપક, માર્ગદર્શક, ગુરુ છે

અમારા આદરણીય ડૉ. ચંદ્રશેખર ગુરુજી માટે અહી ઉલ્લેખ કરવો ખરેખર ઉચિત છે કે તેઓ સરલ વાસ્તુના સંશોધક છે અને તેની પાછળ પોતાની શક્તિ કામે લગાડી દીધી છે.

છેક બાળપણથી, ગુરુજીને, માનવજાતિએ ભોગવવી પડતી સમસ્યાઓ અને પડકારોથી ખુબ જ દુખી રહેતા અને પીડા અનુભવતા. ૮ વર્ષના નાના બાળક તરીકે તેમણે ભારતમાં એક જુના-પુરાણા મંદિરના નવનિર્માણ માટે લોકો પાસેથી દાન એકત્રિત કરવાનું નિસ્વાર્થ કાર્ય હાથ ધર્યું હતું, જેનું નિર્માણ તેમના મહાન દાદાજી દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરનું નવનિર્માણ કરીને પોતાના વતનમાં રહેતા લોકોનું જીવન સુખ-સમૃદ્ધિથી ભરી દેવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જે સ્થળ, લોકોની ભક્તિ દ્વારા સકારાત્માંક્તાથી ભરાઈ ગયું.

૧૪ વર્ષની કિશોર વયે ફરીથી ગુરુજીના મનમાં આ પ્રકારના વિચારો આવવા લાગ્યા કે કેવી રીતે તે પોતે પોતાનું જીવન યોગ્યતાવાળું બનાવી શકે અને આવા શુભ આશયથી તેમણે સૈનિક દળમાં જોડાવાનું નક્કી કર્યું. તેમણે ઘણી વખત પ્રયત્ન કર્યો પરંતુ તેઓ તબીબી કારણોસર પસંદ ન થઇ શક્યા.

એ તેમના વિચારોને ન અટકાવી શક્યા અને મુંબઈમાં સિવિલ કોન્ટ્રાકટર તરીકે તેમની વ્યવસાયિક કારકિર્દીની શરૂઆતમાં તેમણે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાના શુભ હેતુથી વર્ષ ૧૯૯૫માં “શરણ સંકુલ ટ્રસ્ટ” શરુ કર્યું. તેઓ ટ્રસ્ટના સંસ્થાપક અને ટ્રસ્ટી છે.

તેઓ ખુબ જ ઉમદા પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવે છે અને સિવિલ એન્જીનીયર બન્યા પછી તેમણે સિવિલ કોન્ટ્રાકટર તરીકે તેમની વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત કરી અને પસંદગીના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી. ચંદ્રશેખર ગુરુજી પોતે સત્યના આગ્રહી હતા અને તેમની પોતાની વ્યવસાયિક કારકિર્દીમાં પ્રમાણિકતાના માર્ગ ઉપર ચાલવાનું શરુ કર્યું. તેમને ધંધામાં પારાવાર નુકસાન થયું; કામ માટે સહયોગીઓને આપેલા પૈસા ફસાઈ ગયા અને સહયોગીઓ દ્વારા તેમની સાથે છેતરપીંડી કરવામાં આવી.

વર્ષ ૧૯૯૮ના મધ્યમાં ચંદ્રશેખર ગુરુજી ને સ્વપ્નમાં પોતાના ઘરના નકશા અને હોકાયંત્ર દેખાવાના શરુ થયા. કેટલાક સમય સુધી તેમને આનું આ સ્વપ્ન નિરંતર રીતે આવવા લાગ્યું અને તેને કારણે તેમને ટપકાઓ જોડવાના શરુ કર્યા એટલે કે એ વિચારવાનું શરુ કર્યું કે તેઓ જીવનમાં શું કરી રહ્યા હતા અને તે સાથે તેઓ સપનાઓ દ્વારા શું મળી રહ્યું હતું.

આ તેમના સફરની શરૂઆત હતી જ્યાં તેમણે એ અનુભવવાનું શરુ કર્યું કે સમસ્યાઓનું મૂળ કારણ, ઘર અને કાર્યસ્થળમાં રહેલું છે. તેઓ આ મામલે ઊંડા ઉતરતા ગયા અને એ ખ્યાલ સમાજમાં આવતો ગયો કે કેવી રીતે આપણા પૂર્વજો તેમના જ્ઞાન અને સંસાધનોને એકીકૃત કરીને શાશ્વત (ટકાઉ) સુંદર સ્થાપત્યોનું નિર્માણ કરતા હતા, જે સમયના પ્રકોપની સામે પણ અડગ બનીને ઉભા છે.

આ એવી સ્વર્ણિમ ક્ષણો હતી, જે તેમની સાથે બની, જયારે તેમણે તેમના વખતોવખતના સંશોધન દ્વારા પરિકલ્પના વિકસિત કરી અને “સરલ વાસ્તુ” નામના એક સચોટ વિજ્ઞાનનું સર્જન કર્યું, જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સ્ત્યાપત્ય કળા ઉપર આધારિત અજોડ વૈજ્ઞાનિક ઉપાયો સૂચવે છે. જે વ્યક્તિ આને અપનાવે છે તે તેના જીવનના દરેક તબક્કામાં વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મેળવી શકે છે.

ગુરુજીના પાંચ સિદ્ધાંતો

બાળપણથી લઈને આજના ક્રિયાશીલ ચંદ્રશેખર, તેમના પરોપકારી, માર્ગદર્શક, ઉપદેશક અને ગુરુજી સુધીના રૂપાંતરણ સુધી તેમના સ્વપ્નને સાકાર કરવા માટે નિરંતરપણે કાર્યરત રહ્યા છે. તેમણે આ પાંચ સિદ્ધાંતો પોતાની જિંદગીમાં અપનાવ્યા, જેને કારણે તેઓ આજે આ પ્રકારની વ્યક્તિ બની શક્યા છે.

તમારા જીવનમાં કોઈને પણ છેતરશો નહિ

પ્રમાણિકતા સાથે જીવન જીવવું તે એવા આત્મા માટે અને લોકો માટે પ્રેરણારૂપ છે, જેઓ તેમના જીવનની દરેક ક્ષણોમાં એટલે કે વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં વધુ ને વધુ પ્રાપ્ત કરવા માટે પવિત્રતતાપૂર્વક આચરણ કરવાનું ઈચ્છે છે.

ઉચ્ચતમ શિખરે બિરાજમાન થયા બાદ પણ ઉમદા બની રહો

જો તમે સફળતાના ઉચ્ચતમ શિખરે પણ પહોંચી જાઓ પરંતુ પગ જમીન ઉપર ટકાવી રાખવા તે ખુબ જ મહત્વનું છે અને તમે તમારા પોતાના બનો. આનાથી તમને યશ-કીર્તિ પણ પ્રાપ્ત થશે અને તમારી આસપાસના લોકો પણ તમને ઈચ્છિત ટેકો આપશે.

હમેશા તમારા માતા-પિતાને ખુશ રાખો અને તેમના આશીર્વાદ મેળવો

એક ઉચિત કથાન છે કે “જે આપણી સંભાળ રાખે છે તેની સંભાળ લેવી તે ઉચ્ચતમ સમ્માન પૈકીનું એક છે.” – ટીઆ વોકર.
તમારા સર્જક(માતા-પિતા)ની સંભાળ રાખવાથી તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર હમેશા સુખ, સમૃદ્ધિ અને સફળતાના આશીર્વાદ બની રહે છે.

જરૂરિયાતમંદ લોકોને મદદ કરો

નિસ્વાર્થ પ્રેમ અને સહાય આપવાથી વિપુલતા આકર્ષાય છે અને ખાસકરીને જો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે તો વિપુલતામાં ખુબ વધારો થાય છે.

ખુશ રહો અને અન્યોને ખુશ રાખો

આપણા નિવાસસ્થાન અને કાર્યસ્થળમાંથી ખુશી આવે છે અને આમ આંતરિક ખુશીની ખાતરી કરી લેવી મહત્વની છે, જે અન્યોને પણ ખુશ રાખવામાં સક્રિય બનશે.